Education Gujarat

કામગીરીઓ

શૌક્ષણિકક્ષેત્રે વિશિષ્ટ કામગીરી • બનાસકાંઠા, વડોદરા અને અમરેલી જિલ્લા આચાર્ય સંઘના અધિવેશનમાં વહીવટી તજજ્ઞ વકતા તરીકે.
 • આચાર્યો માટે દ્રિતીય ઉચ્ચતર પગાર ધોરણ ગુજરાતમાં પ્રથમ રાજકોટ જિલ્લામાં આચાર્યો લોકલ ફંડ – રાજકોટ દ્રારા મંજુર કરાવ્યા.
 • જિલ્લાનાં રોસ્ટર રજીસ્ટર તૈયાર કરવા માટે કમિશ્નર કચેરી, જિલ્લા અને રાજ્યનાં રોસ્ટર રજીસ્ટર બનાવવામાં મહત્વની ભૂમિકા પૂરી પાડેલ.
 • રાજકોટ જિલ્લાનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનાં કર્મચારીઓનાં છટ્ઠાં પગાર ધોરણનાં ફિકસેશનની કામગીરી વહીવટી કર્મચારી સંઘ રાજકોટનાં સહકારથી સ્ટીકર સાથેની કામગીરી રાજયમાં પ્રથમ રાજકોટ જિલ્લામાં કોઈપણ જાતનાં ખર્ચ વગર પૂર્ણ કરાવેલ.
 • રાજય આચાર્ય સંઘનું અધિવેશન સફળ બને તે માટે છેલ્લા પાંચ વર્ષથી તમામ ક્ષેત્રે જવાબદારીઓ નિભાવેલ છે તેમજ જીલ્લામાંથી મહત્તમ ડેલીગેશન સારસ્વત તથા કલ્યાણનિધિની 100% સિદ્ધિ મેળવી અધિવેશનમાં સન્માન પ્રાપ્ત કરેલ છે.
 • રાજકોટ જિલ્લાનાં આચાર્ય સંઘના સંલગ્ન શાળાઓનાં વહીવટી પ્રશ્નો ઉકેલાય તે માટે દર માસનાં બીજા અને ચોથા સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સાથે રૂબરૂ પરામર્શ કરી પ્રશ્નો ઉકેલવાની પરંપરા પ્રસ્થાપિત કરેલ છે.
 • સમગ્ર જિલ્લામાં વહીવટીક્ષેત્રે નવી નીતિનાં અસરકારક અમલ માટે તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્રારા જિલ્લાની શાળાઓનાં વહીવટી પ્રશ્નો માટે વર્ષમાં એક વખત તાલુકા કક્ષાએ કેમ્પ ગોઠવી શાળાનાં પ્રશ્નોનો નિકાલ કરવાની પરંપરા પ્રસ્થાપિત કરેલ છે.
 • પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ – ગાંધીનગર દ્રારા પેન્શન સુધારણા તાલીમ કાર્યક્રમમાં રીસોર્સપર્સન તરીકે......
 • આચાર્યમાં વહીવટી સજજતા કેળવાય તે માટે સમયાંતરે જિલ્લામાં વર્કશોપ સેમિનાર ગોઠવેલ છે. જિલ્લા ઘટક સંઘ દ્રારા આયોજિત વર્કશોપ સેમિનારમાં હોદેદારોની હાજરી અમારા માટે પ્રેરણાદાયી છે.

ખાસ અગત્યનું • ૨૦૦૨ માં મારા પૂર્વ પ્રમુખ એન.ડી.જાડેજા સાહેબનાં નેતૃત્વમાં સંધની માલિકીનું સારસ્વત ભવન રાજકોટનાં પોષ વિસ્તાર એવા જયુબેલી બાગ પાસે ખરીદવામાં સક્રીય ભૂમિકા ભજવી ઘટક સંધની માલિકીનું ભવન ખરીદી સંગઠન મજબુત બનાવેલ.
 • ૧૯૯૯ થી જિલ્લાની 100% સભ્ય ફી.
 • ૨૦૦૦ થી જિલ્લામાં કલ્યાણનિધિ યોજનાની શરૂઆત કરી દરેક આચાર્ય પાસેથી રૂ. ૧૦૦૦ નિધિ પેટે લઈ આચાર્યનાં અવસાનનાં દુખદ પ્રસંગે રૂ.૨૫૦૦૦ ની સહાય તેમનાં પરિવારને કરવામાં આવે છે.
 • ૨૦૦૦ થી જિલ્લામાં કાયમી પુરવાર યોજનાની શરુઆત કરી દરેક આચાર્ય પાસેથી રૂ. ૧૦૦૦ પુરસ્કાર પેટે લઈ તેમની ફિકસ ડીપોઝીટ કઢાવી તેમના વ્યાજમાંથી દર વર્ષે ત્રિવેણી કાર્યક્રમ (નિવૃત આચાર્ય+આચાર્ય સંતાન+શ્રેષ્ઠ શાળા પરિણામ) કરવામાં આવે છે.
 • છેલ્લા દસ વર્ષથી સારસ્વત સભ્ય સંખ્યા 100%
 • છેલ્લા દસ વર્ષથી રાજય અધિવેશનમાં મહત્તમ ડેલીગેશન.
 • રાજય અધિવેશન માટે ઘટક સંઘને જાહેરાત માટે આપવામાં આવતાં ટાર્ગેટ કરતાં વધુમાં વધુ જાહેરાત દ્રારા આર્થિક યોગદાન પુરૂં પાડેલ છે.
 • વહીવટી જાણકારી અને માહિતી મેળવવાનાં શોખને કારણે જિલ્લાનાં અને રાજયનાં પ્રશ્નો ઉકેલવા માટે રાજયનાં હોદેદારો સાથે સંપર્કમાં રહી પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરેલ છે.
 • ઘટકસંઘની પ્રવૃતિઓ દ્રારા છેલ્લાં દસ વર્ષથી 100% સભ્ય ફી અને ૯૦% આચાર્યોને કાયમી પુરસ્કાર અને કલ્યાણનિધિ યોજનામાં જોડી પાંચ લાખ જેવી માતબર રકમ એકત્રિત કરી સધ્ધરતા પ્રાપ્ત કરેલ છે તેમજ રાજકોટનાં પોષ વિસ્તાર એવા જયુબેલીવાળા પાસે કિંમતી ભવન ખરીદી શકયા છીએ.


Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text Text